Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોટા વરાછામાં સ્વામિનારાયણના મંદિરમાં સંતો અને હરિભક્તો વચ્ચે વિવાદ સર્જાયો

  • September 01, 2021 

સુરતના અમરોલીના મોટા વરાછા વિસ્તારમાં રાજહંસ ટાવરની સામે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા દોઢ મહિનાથી કેટલાક હરિભક્તો દ્વારા સ્વામીને હેરાન પરેશાન કરવામાં આવતા હતા. સ્વામીને માર મારવાની સાથે મંદિરમાં ચાલતી પૂજા, હોમહવનમાં હરિભક્તો ખલેલ પહોંચાડતા હતા. એટલું જ નહિ સ્વામીને એલફેલ ગાળો આપી ધાર્મિક લાગણી દુભાવતા હતા. દોઢ મહિનાથી પોલીસના પહેરા વચ્ચે પણ પુરુષ હરિભક્તો મહિલા હરિભક્તોને આગળ કરી મંદિરમાં તોડફોડ કરવાની સાથે ચોરીઓ કરાવતા આખરે પોલીસે ૨૪ હરિભક્તો સામે રાયોટીંગ અને ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

 

 

 

 

 

સુત્રો  પાસેથી મળતી માહિતી અનુસાર, અમરોલી મોટા વરાછા લજામણી ચોક પાસે રાજહંસ ટાવરની સામે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રહેતા નિર્દોષચરણદાસજી ગુરુસ્વામીલક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામી ૨૦૧૧માં અહીં આવ્યા હતા. તેઓએ ૨૦૧૧ થી ૨૦૧૪ના સમયગાળા દરમિયાન અથાગ મહેનત કરી હરિભક્તોના નાના-મોટા દાનથી મંદિરની સ્થાપના કરી હતી અને ૨૦૧૪માં મંદિરમાં ડીડ બનાવવામાં આવ્યું હતું. જેમાં જે તે સમયે જ લખાણ કરવામાં આવ્યું હતું કે, ભવિષ્યમાં આ મંદિરને લક્ષ્મીદેવ નારાયણ ટ્રસ્ટ વડતાલમાં વિલીન કરવામાં આવશે. હાલમાં આ મંદિરને વડતાલના લક્ષ્મીદેવ નારાયણ ટ્રસ્ટમાં વિલીન કરવામાં આવતા ૫૦ જેટલા હરિભક્તોએ આ મંદિર અહીંના વહીવટ હેઠળ જ રહેવું જાઇએ તેમ કહી વિરોધ ઉઠાવ્યો હતો. જયારે ૫૦૦૦થી વધુ હરિભક્તોએ સહમતી બતાવી હતી. છેલ્લા દોઢ મહિનાથી વિરોધ કરનારા ૫૦ જેટલા હરિભક્તિઓ દ્વારા સ્વામીને એનકેન પ્રકારે હેરાન પરેશાન કરતા હતા. જોકે ત્યારબાદ સ્વામીએ પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા બંદોબસ્ત ખડકાયો હતો.

 

 

 

 

 

પરંતુ ત્યારબાદ પુરુષ હરિભક્તો મહિલા હરિભક્તોને આગળ કરી મંદિરમાં સ્વામીને હેરાન કરતા હતા. મહિલા હરિભક્તો સ્વામીની પૂજા હોમહવનમાં ખલેલ પહોંચાડી તેમને માર પણ મારી લેતા હતા. આ ઉપરાંત સ્વામીને એલફેલ ગાળો આપી ધાર્મિક લાગણી દુભાવી મંદિરમાં તોડફોડ કરતા હતા. આ ઉપરાંત કેટલીક વસ્તુની ચોરીઓ પણ કરી લેતા હતા. જેથી આખરે ગતરોજ સ્વામીની ફરિયાદ લઇ પોલીસે ૨૪ હરિભક્તો સામે રાયોટીંગ અને ચોરીનો ગુનો નોંધી અમરોલીમાં ફરજ બજાવતા પીએસઆઇ એ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

 

 

 

 

 

૨૪ વ્યક્તિઓ  સામે નોંધાયો ગુનો.... 

 

હસુ ફાચરીયા, ધીરુ રબારીકા, ભદ્રેશ ગજેરા, ભીખુ ગેવરીયા (રહે.શિવપાર્ક, મોટા વરાછા), પ્રવિણ દેસાઇ, (રહે.શાંતિનિકેતન, ફલોરા, મોટા વરાછા), જગદીશ આંબરડી (રહે.વિશ્વનાથ સોસાયટી, મોટા વરાછા), ચતુર પીઠવડી (રહે.કૃષ્ણકુંજ સોસાયટી, સીમાડા નાકા), ચીમન દાતરડી (રહે.રવીદર્શન સોસાયટી, સરથાણા), ભૌનીકા ભનુભાઇ (રહે.રોયલ રેસી.,મોટા વરાછા), ધારા ઉમેશભાઇ (રહે. શિવપાર્ક બંગ્લોઝ, મોટા વરાછા), રસીલા ભદ્રેશભાઇ (રહે.સિદ્ધેસ્વર કોમ્પલેક્ષ, મોટા વરાછા), લીલા બાવચંદભાઇ (રહે.સાગર રો-હાઉસ, મોટા વરાછા), ગીતા રાજુભાઇ (રહે.સૌરાષ્ટ્ર ટાઉનશીપ, મોટા વરાછા), રમીલા શેલડીયા (રહે. મોમાઇ કોમ્પલેક્ષ), શિલ્પા હસમુખભાઇ, અનસુયા અમરેલી (રહે.ભક્તીનંદન સોસાયટી, સેક્ટર-૨, મોટા વરાછા), ધર્મિષ્ઠા ખુંટ (રહે.વિશ્વનાથ સોસાયટી, મોટા વરાછા), ચંદ્રિકા રસિકભાઇ (રહે.રાધેશ્યામ સોસાયટી, મોટા વરાછા), અરુણા રાજાણી (રહે.સ્નેહસાગર સોસાયટી, મોટા વરાછા), રમાબેન (રહે.તાપીદર્શન સોસાયટી, નાના વરાછા), અલ્થિતા ધાનાણી (રહે. રામકૃષ્ણ સોસાયટી, મોટા વરાછા), ભાનુબેન રબારીકા (રહે.ઋષિ બંગ્લોઝ, મોટા વરાછા), શારદા ફાચરીયા (રહે.સાઇ બંગ્લોઝ,મોટા વરાછા) અને શારદા ભૂપતભાઇ (રહે.શ્રીનાથજી બંગ્લોઝ મોટા વરાછા).


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application