સુરતનાં કામરેજ તાલુકાનાં નવાગામ ખાતે રહેતો યુવક પોતાની દુકાને હાજર હતો. તે સમયે તેના ભાગીદારે પૈસાની લેતી-દેતી બાબતે બોલાચાલી કરી હતી અને આ યુવાનને ઢીકા-પાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજનાં નવાગામ ખાતે આવેલ સુરભી સોસાયટીમાં રહેતા જિગ્નેશભાઈ મધુભાઈ વાલાણી કે જેઓ ઇલેક્ટ્રીકની દુકાન ચલાવે છે. તેમણે અઢી વર્ષ અગાઉ નિમેશ પરસોત્તમભાઈ ગઢીયાની સાથે ભાગીદારીમાં ઇલેક્ટ્રીકનું કામ કરતાં હતા અને બે વર્ષથી તેમનાથી અલગ થઈ જિગ્નેશે પાસોદરા ચોકડી પાસે ઇલેક્ટ્રીકની દુકાન શરૂ કરી હતી અમે તે દુકાનમાં હાજર હતો.તે સમયે નિમેશનો ફોન આવ્યો હતો અને જિગ્નેશને દુકાનની બહાર બોલાવ્યો હતો અને કહેવા લાગ્યો હતો જે આપણે પહેલા ભાગીદારીમાં કામ કરતાં હતા. તેના 1.20 લાખ મારે તારી પાસેથી લેવાના થાય છે જેથી મને તું આ પૈસા હમણાં જ આપ નહિતર જાનથી મારી નાંખીશ તેમ કહેતા જિગ્નેશે જણાવ્યુ હતું કે, આપનો હિસાબ ક્લિયર થઈ ગયેલ છે. મારે તને કોઈ પૈસા આપવાના થતાં નથી. જેથી નિમેશ પરસોત્તમ ગઢીયા તથા તેનો ભાઈ સંદીપ પરસોત્તમ ગઢીયા (બંને રહે.કુંજ સોસાયટી,ખોલવડ ગામ,તા.કામરેજ) નાઓ તથા તેની સાથે આવેલ અન્ય એક વ્યક્તિએ જિગ્નેશને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતાં રહ્યા હતા. ઘટના અંગે જિગ્નેશે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application