બારડોલી તાલુકાનાં સુરાલી ગામે ગટર ઉભરાવા બાબતે પાડોશીઓ વચ્ચે લડાઈ થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવની વિગત એવી છે કે, સુરાલી ગામે હાટ ફળિયામાં રસ્તાની કામગીરી ચાલી રહેલ છે જે દરમિયાન ગટરની લાઈનની પાણીની નીક તુટી જવા પામી હતી. જોકે હાટ ફળિયામાં રહેતાં વિરલ ઉર્ફે લાલુ નાનુભાઈ ચૌહાણે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે, રસ્તાની કામગીરી દરમિયાન તૂટેલી ગટર લાઈનની નીકમાંથી ઉભરાતુ પાણી રોકવા માટે નીક બનાવી રહ્યો હતો.
તે દરમિયાન પડોશી મયુર વિઠ્ઠલ રબારી, આશિષ બાલુ રબારી, સુકા દિપક રબારી (તમામ રહે.અંબે નગર,મઢી) તથા અંજેશ રબારી (રહે.રબારીવાડ,સુરાલી) નાઓ પાળી તોડી નાખી બોલાચાલી તેમજ ગાળાગાળી સાથે લડાઈ કરી હતી, તેમજ તું ફળિયામાં બધાને વારંવાર હેરાન કરે છે અને મગજમારી કરશે તો જાનથી મારી નાખીશ અને તારી ગાડી સળગાવી દઈશ મુજબની ધમકી આપતાં ફરીયાદ નોંધાવી હતી.
જ્યારે સામા પક્ષે મયુર વિઠ્ઠલ રબારીએ વળતી ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે, વિરલ ઉર્ફે લાલુ ચૌહાણ અને કિંજલ ઉર્ફે બંટી ચૌહાણએ તેમનાં ઘરનાં પાસેની નીકની પાળ તોડી નાખી ગાળગલોચ કરી તેને મારી નાખવાની ધમકી આપી હતી જોકે આ નજીવી બાબતે બંને પાડોશીઓ લડાતા મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે બંને પક્ષની ફરીયાદ લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500