સુરત જીલ્લાનાં પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામે શામળ ફળિયામાં રહેતા, અમરતભાઈના દીકરા દીકરીનો લગ્ન પ્રસંગ હોય તેમના ઘરે રાસ ગરબાનો કાર્યક્રમ રાખેલ હોવાથી ફળિયામાં રહેતા લાલુભાઈ મગનભાઇ રાઠોડ, મિત્ર સાહિલ મુકેશ રાઠોડ, નરેશ મહેશભાઇ રાઠોડ તેમજ અર્જુન રામુભાઈ હળપતિ નાઓ રાત્રિના સમયે ગરબા રમી રહ્યા હતા.
ત્યારે ગામના જ તળાવ ફળિયામાં રહેતા વિજયભાઇ ઇશ્વરભાઇ રાઠોડ તથા મુકેશ ભાણાભાઈ રાઠોડ તથા રોહિત મુકેશભાઇ રાઠોડ નાઓ નાચવા માટે આવ્યા હતા અને ત્યારબાદ તેઓ પાણી પી રહ્યા હતા તે સમયે ધક્કો લાગી જતાં પાણી તેમના ઉપર પડતાં વિજય રાઠોડ લાલુ રાઠોડને અપશબ્દો બોલવા લાગ્યો હતો.
જેથી તેને અપશબ્દો બોલવાની ના પડતાં તેઓ ત્યાંથી જતાં રહ્યા હતા અને રાત્રિના 11:30 વાગ્યાની આસપાસ આ ત્રણે વિજય, મુકેશ અને રોહિત ફરી ત્યાં આવ્યા હતા અને લાલુ, સાહિલ, નરેશ અને અર્જુન સાથે બોલાચાલી ઝગડો કરી તેમને ઢીકામુકિ તેમજ પથ્થર વડે મારમારી કહેવા લાગ્યા હતા કે, અમારા તળાવ ફળિયા વાળા સાથે ઝગડો કરશો તો પતાવી દઇશ તેમ કહી ત્યાંથી જતાં રહ્યા હતા. ઇજાગ્રસ્ત આ ચારેય યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500