જહાંગીરપુરામાં રહેતા રત્નકલાકારને ફ્લેટ વેચાણથી અપાવ્યા બાદ દલાલે તેના મિત્ર સાથે મળી ફ્લેટ ઉપર રત્નકલાકારની જાણ બહાર બારોબાર જરૂરીયાત કરતા વધારે લોન પાસ કરાવી લોનના હ ાની ભરપાઈ નહી કરી રૂપિયા ૨૦.૩૯ લાખની છેતરપિંડી કરી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, જહાંગીરપુરા પરીશ્રમ પાર્કમાં રહેતા સુનિલભાઈ બળવંતભાઈ પટેલે ગતરોજ ભરત નાગી નાવડીયા (રહે.પુષ્પવાટીકા સોસાયટી જહાંગીરપુરા) અને અરવિંદ કાનજી પટેલ (રહે.નેસ્ટવુડ અલથાણ) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેઓ પહેલા ઓલપાડના સરસગામે રહેતા હતા અને મહિધરપુરા ખાતે આવેલ હીરાના કારખાનામાં હીરા ઘસવાની મજુરી કરી પરિવારમાં પત્ની અને બે સંતાનોનું ભરણપોષણ કરતા હતા. પરંતુ ઓલપાડથી નોકરી પર આવવાનુ દુર પડવાની સાથે સંતાનનો ભણતરને લઈને સન-૨૦૧૬માં મિત્રને સુરતમાં મકાન લેવાની વાત કરતા તેઓએ ભરત નાવડીયાનો સંપર્ક કરાવ્યો હતો ભરતે જહાંપુરા પરિશ્રમ પાર્કનો ફ્લેટ બતાવી તેનો બિલ્ડર સાથે રૂપિયા ૩૩ લાખમાં સોદો કરાવી સાથે પોતાની દલાલી પેટે રૂપિયા ૨.૫૦ લાખ માંગ્યા હતા. સુનિલભાઈએ સોદો કર્યા બાદ રોકડા ૧૦ લાખ આપ્યા હતા. જયારે બાકીના ૨૫ લાખ લોન કરાવાની હતી પરંતુ ભરત નાવડીયાએ સિનલભાઈની જાણ બહાર બારોબાર ફ્લેટ ઉપર એક્સ્ટ્રા કામ બતાવી કુલ રૂપિયા ૪૪.૫૦ લાખની લોન પાસ કરાવી હતી. જોકે, ફ્લેટમાં કોઈ એકસ્ટ્રા કમ કરાવ્યું ન હતુ. લોનની રકમ ખાતામાં જમા થતા સુનિલભાઈ ચોકી ઉઠ્યા હતા અને વધારાની રકમ લેવાની ના પાડી હતી. પરંતુ જેતે સમયે ભરતે પોતાના અંગત કામ માટે વધારે લોન કરાવી હોવાનુ કહી જેના હપ્તાની રકમ ભરપાઈ કરવાની ખાત્રી આપી હતી. ભરત નાવડીયાએ લોનના પૈસા માંથી ચેક મારફરે બે તબક્કામાં રૂપિયા ૫-૫ લાખ આપ્યા હતા ૧૦,૩૯,૦૦ ચેક અને આરટીજીએસથી મોકલ્યા હતા. ભરતે એક વર્ષ સુધી હપ્તાની રકમની ભરપાઈ કર્યાં બાદ હાથ ઉંચા કરી દીધા હતા.
બીજી તરફ બેન્ક દ્વારા નોટીશ આપવામાં આવી હતી. ભરત નાવડીયા અને અરવિંદ પટેલે તેની સાથે કુલ રૂપિયા ૨૦.૩૯ લાખની છેતરપિંડી કરતા આખરે સુનિલભાઈ અને તેની પત્ની દોઢ વર્ષ પહેલા ભરત નાવડીયા પાસે તેના ઘરે પૈસાની ઉઘરાણી કરવા માટે ગયા ત્યારે પોલીસમાં ખોટી રજુ્આત કરી તેની સામે અરજી કરતા પોલીસે સુનિલભાઈ અને તેની પત્ની સામે અટકાયતી પગલા ભર્યા હતા. ત્યારબાદ સુનિલભાઈએ પોલીસમા અરજી કરતા અરજીની તપાસના આધારે ગતરોજ ભરત નાવડીયા અને અરવિંદ સામે રૂપિયા ૨૦.૩૯ લાખની છેતરપિંડી ગુનો દાખલ કરી ભરત નાવડીયાની ધરપકડ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500