સુરતના રિંગરોડ વણકર ટેક્ષટાઈલ માર્કેટમાં થાર ક્રિએશન અને લહેર ક્રિએશનના ભાગીદારોએ દલાલ સાથે મળીને બે વેપારી પાસેથી કુલ રૂપિયા ૫.૫૮ લાખનો લેંગા-ચોળીનો ફીનીશ વેલવેટનો અને માઈક્રો કાપડનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી દુકાન બંધ કરી રફુચક્કર થઈ ગયા હતા.
સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ, કતારગામ કોઝવે રોડ શુકનરીવેરા ખાતે રહેતા ચિંતનકુમાર વલ્લભાઈ માવાણી (ઉ.વ.૨૬) પાસેથી ગત તા.૮ એપ્રિ-૨૦૨૧ના રોજ રિંગરોડ વણકર ટેક્ષટાઈલ માર્કેટમાં થાર ક્રિએશન અને લહેરા ક્રિએશનના નામે ધંધો કરતા ભોલારામ ઉર્ફે ભાવેશ ભેરારામ ચૌધરી (રહે.ધનલક્ષ્મી રેસીડેન્સી, સારોલીગામ), મોનારામ ઉર્ફે મનીષ હરકારામ માલી (રહે.ધનલક્ષ્મી રેસીડેન્સી, સારોલીગામ) અને કાપડ દલાલ રાજુ ઉર્ફે ગૌરવ શર્માએ રૂપિયા ૪,૫૦,૭૭૮/-ના લેંગા-ચોળીનો ફીનીશ વેલવેટનો માલ તેમજ જતની તળશીભાઈ ડાવરા નામના વેપારી પાસેથી રૂપિયા ૧,૦૭,૩૪૦/-નો વેલવેટ અને માઈક્રો કાપડનો માલ મળી કુલ રૂપિયા ૫,૫૮,૧૧૮/-નો માલ ખરીદ્યો હતો ત્યારબાદ નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી આપતા ચિંતનકુમારે પેમેન્ટની ઉઘરાણી કરતા શરુઆતમાં આપી દેવાના ખોટા વાયદાઓ આપ્યા બાદ પેમેન્ટ નહી આપી દુકાન બંધ કરી નાસી જઈ છેતરપિંડી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500