સરથાણામાં પર પુરૃષ સાથે પત્નીનો પ્રેમ હોવાની શંકાથી પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થયા બાદ સ્મીમેરની સફાઇ કામદાર એવી પત્નીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરથાણામાં શ્યામધામ ચોક પાસે રહેતી 30 વર્ષીય સુનિતા પટેલે (નામ બદલ્યુ છે) પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. સુનિતા પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાકટમાં સફાઇ કામ કરતી હતી. સુનિતાની સ્મીમેરમાં કામ કરતા કોઇ યુવક સાથે આંખ મળી ગઇ હોવાની શંકા તેના પતિને થઇ હતી. જે બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં હતાશ થઇને સુનિતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું જેવું પગલુ ભર્યુ હતું. સુનિતાના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. તેને સંતાનમાં બે પુત્ર છે. તેના પતિ પણ પાલિકામાં સફાઇ કામદાર તરીકે કામ કરે છે. આ બનાવ અંગે સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ઘરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application