ડિંડોલી વિસ્તારમાં વહેલી સવારે પરિણીતાએ પોતાના ઘરમાં ફાસો ખાઈ જીવન ટૂંકાવી હતું, જ્યારે પરિણીતાને બ્રેન ટ્યુમરને કારણે થતા દુખાવાથી કંટાળી જઈને આ પગલું ભર્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે નવાગામમાં આવેલ શિવસાઈ સોસાયટીમાં રહેતી 27 વર્ષીય સુનિતા વિનયકુમાર મિશ્રા રાત્રે પરિવારજનો સાથે જમીને સુઈ ગયા હતા. સુનિતાને વહેલી સવારે પોતાના ઘરમાં પંખાના એંગલ સાથે સાડીનો છેડો બાંધીને બાંધી ફાસો ખાઈ ગઈ હતી. જોકે ઊંઘમાંથી જાગી ગયેલા બાદમાં પતિની નજર પડતા તેને તાત્કાલિક નીચે ઉતારીને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ત્યાં ફરજ પરના તબીબીએ તેને મૃત જાહેર કરી દીધા હતા.
સુનિતાના પતિ વિનયકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, તે મૂળ ઉત્તર પ્રદેશના ઇલ્હાબાદના વતની હતા તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, પત્ની સુનિતા ઘણા સમયથી બ્રેન ટ્યુમરથી પીડાઈ રહી હતી માટે છેલ્લા કેટલાક સમયથી મુંબઈની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર પણ ચાલી રહી હતી, પરંતુ તેણીને માથામાં દુખાવો થવા લાગ્યો હતો કે સહન નહીં થતું હતું, જેને લીધે કંટાળીને તેણીએ આ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500