Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર અડફેટે 21 વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત

  • January 28, 2021 

ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે કાર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.

 

 

 

સુરત સ્થિત વેડરોડ વિસ્તારમાં હીરા ઘસવાનું કામ કરતા દીપક દિનેશભાઈ વળવી બાઈક પર તેના મિત્રો સાથે સવાર થઈ સુરતથી ખેરપાડા ગામે તેના મિત્રના લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયા હતા. ત્યાંથી પરત પાછા સુરત જતા ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામની સીમમાં બાઈક રોડની સાઈડમાં ઉભી કરીને દીપકભાઈ દિનેશભાઈ વળવી પેશાબ કરવા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે માંડવી માલધા ફાંટ તરફથી અજાણ્યા ફોર વ્હીલર ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી દીપકભાઈને અડફેટે લેતા દીપક ને  દુર સુધી ઘસડી લઈ જતા તેનું ગંભીર ઈજા સાથે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application