Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈક બળદ સાથે અથડાતા 20 વર્ષીય યુવક નું મોત

  • January 31, 2021 

માંડવી તાલુકાના વરજાખણ ગામે રહેતો 20 વર્ષીય યુવક અંકિતભાઈ રમેશભાઈ ચૌધરી(મૂળ.કીમડુંગરા) અને જયકુમાર નટવરભાઈ ગામીત સાથે મળી અંકીતભાઈ મઢી કેકની દુકાનથી રાત્રે પલ્સર બાઈક નંબર જીજે/19/એજી/4197 લઈને આવતા હતા. તે દરમિયાન તાપી પુલ પરથી પસાર થતી વેળાએ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા બળદ સાથે ધડાકાભેર અથડાતા બંને બાઈક સવારને ઈજા પહોંચી હતી. આથી આસપાસના લોકોએ ભેગા થઈ એમ્બ્યુલન્સને જાણ કરતા બંનેને તાત્કાલિક બારડોલી સરદાર હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન અંકીતભાઈ ચૌધરીનું મોત નીપજ્યું હતું અને જયકુમાર ગામીત ને ગંભીર ઈજા થતા સારવાર હેઠળ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application