Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝૂપડીમાં આગ લાગતા યુવતીનું દાઝી જતાં મોત

  • February 13, 2021 

સુરત જીલ્લાનાં ઓલપાડ તાલુકાનાં સીમલથું ગામે પડાવમાં રહી શેરડી કાપવાની મજૂરી કામ કરતી યુવતી રાત્રિના સમયે ઝૂપડામાં સૂતી હતી. તે સમયે તેનો પગ સળગતા દીવાને અડી જતાં ઝૂપડીમાં આગ લાગતાં તે શરીરે દાઝી જતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

 

 

 

ડાંગ જીલ્લાનાં સુબીર તાલુકાનાં બીજુરપાડા ખાતે રહેતી 19 વર્ષીય રાજલબેન નરેશભાઇ પવાર તેના પરિવાર સાથે શેરડી કાપવાની મજૂરી કામ માટે સુરત જીલ્લાનાં ઓલપાડ ખાતે સુગર ફેકટરીમાં આવી હતી અને તે ઓલપાડ તાલુકાનાં સીમલથું ગામે આવેલ પડાવમાં રહી શેરડી કાપવાની મજૂરી કામ કરતી હતી અને રાત્રિ દરમિયાન તે ઝૂપડામાં સૂતી હતી. તે સમયે તેનો પગ સળગતા દીવાને અડી ગયો હતો. તે દરમિયાન ઝૂપડીમાં આગ લાગી હતી. આ આગમાં રાજલબેન શરીરે દાઝી જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ બનાવ અંગે કીમ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News