Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જરીના ખાતા માંથી ૫.૩૩ લાખના રોલની ચોરી કરી ૧૫ વર્ષ જૂનો કારીગર ફરાર

  • September 08, 2021 

બમરોલી રોડ પર આવેલ જરીના ખાતામાં છેલ્લા ૧૫ વર્ષથી કામ કરતો કારીગર શેઠની નજર ચૂકવી ખાતામાંથી ૧૭૨૦ રોલની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ રોલની કિંમત ૫.૩૩ લાખ રૂપિયા હતી. બનાવને પગલે આખરે ખાતાના માલિકને થતા તેઓએ આ મામલે ખટોદરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ખટોદરા પોલીસે કારીગર સામે ૫.૩૩ લાખનો નોકર ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

 

 

 

 

 

બનાવની વિગત એવી છે કે, ઉધના મગદલ્લા રોડ પર આવેલ ચંદ્રમણિ સોસાયટીમાં ૩૪ વર્ષીય કુણાલ જયવદન જરીવાલા બમરોલી રોડ પર કોમલ સર્કલ પાસે એસ.કે.નગરમાં જરીનું ખાતું ધરાવે છે. છેલ્લા ૧૫ વર્ષની તેમના જરીના ખાતામાં શૈલેષ બંસતલાલ મોર્ય (રહે.૧૨૦/૧૨૧/૧૨૨ એસ.કે નગર-૩, બમરોલી રોડ) કામ કરતો હતો. ગત તારીખ.૨૪/૦૮/૨૦૨૧ થી ૦૫/૦૯/૨૦૨૧ના સમયગાળા દરમિયાન શૈલેષે ઉધના મગદલ્લા રોડ પર અંબિકા સોસાયટીમાં આવેલ પ્લોટ નં-૧૭૫ તથા બામરોલીમાં રાયકા સર્કલ આત્માનંદ-૨ પાસે આવેલ પ્લોટ નંબર ૫૨ માંથી જરી કસબના કુલ ૧૭૨૦ નંગ રોલની ચોરી કરી હતી. શૈલેષ છેલ્લા ૧૫ વર્ષની કામ કરતો હોવાના કારણે તે સૌથી વિશ્વાસુ કારીગર હતો. જેના કારણે તમામ ગોડાઉનની ચાવીઓ પણ તેમની પાસે રહેતી હતી. આ જ વિશ્વાસનો તેને ગેરલાભ ઉઠાવી માત્ર ૧૦ દિવસના સમયગાળા દરમિયાન ૫.૩૩ લાખના જરીના કસાબ રોલની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે આખરે કૃણાલે ખટારા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ૫.૩૩ લાખની ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application