સચિન વિસ્તારમાં આવેલ રામેશ્વર કોલોનીમાં રહેતા જયનારાયણ મૌર્યાનો 12 વર્ષીય પુત્ર સૂરજ સાંજે સચિનના ગભેણી રોડ ઉપર કોઈ અજાણ્યા વાહનની ટક્કર લાગતા તેને ગંભીર રીતે ઈજા થઇ હતી, તેને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પ્ટિલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબીએ મૃત જાહેર કર્યો હતો.
સુરજના પરિવારજનોએ જણાવ્યું હતું કે, સાંજે સૂરજ અને તેની બહેન રોશની ભેસ્તાન ગાર્ડનમાં તેમના સબંધીને મળવા ગયા હતા. ત્યાંથી સાંજે એક રીક્ષામાં બેસીને બંને ભાઈ-બહેન ઘરે આવતા હતા. ત્યારબાદ તેની બહેન ઘરે આવી ગઈ હતી, જોકે અજાણ્યા રીક્ષા ચાલકે સૂરજને ઇજાગ્રસ્ત હાલતમાં ઘરે લઈને ઘરે આવ્યો હતો. રિક્ષા ચાલકે તેમના પરિવારના સભ્યોને કહ્યું કે, તમારા છોકરાનુ એક્સીડેન્ટ થઇ ગયું છે. ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી રિક્ષા ચાલક ભાગી ગયો હતો.
જેથી તેના પરિવારના સભ્યોને રીક્ષા ચાલક પર અનેક પ્રકારની શંકા-કુશંકા કરતા પરિવારના સભ્યોએ તેના પર આક્ષેપો કર્યા હતા. સુરજ મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના બદલાપુરના વતની હતો. તે 5માં ધોરણમાં અભ્યાસ કરતો હતો, તેને એક ભાઈ તથા બે બહેન છે, તેના પિતા કેમિકલની એક ફેકટરીમાં નોકરી કરે છે. આ બનાવ અંગે સચિન જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500