સુરતના મોટા વરાછાની વૃંદાવન સોસાયટી ખાતે ગતરોજ મોડી રાતે એક ઓફિસમાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસ ને મળતા પોલીસે સ્થળ ઉપર જઈ દરોડા પાડી જુગાર રમતા ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાંથી એક શિક્ષણ સમિતિના નવા નિમાયેલા સભ્ય રાકેશ ભીકડિયા પણ છે. જેનો સમિતિની ચૂંટણી અગાઉ દારૂ પીતો વીડિયો પણ વાઈરલ થયો હતો. રાકેશ ભીકડિયા દારૂ બાદ જુગારમાં પણ પકડાતાં વિપક્ષે ભાજપના નેતા સામે સવાલો ઉઠાવવામાં આવ્યાં છે.
બનવાની ચિગત એવી છે કે, સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભાજપ પ્રેરિત અપક્ષ ઉમેદવાર રાકેશ ભીકડિયા ચૂંટણી પહેલા જ દારૂના વીડિયો સાથે વિવાદમાં આવ્યા હતા. વિપક્ષના સભ્યોએ ક્રોસ વોટિંગ કરતા ભાજપ પ્રેરિત અપક્ષ રાકેશ ભીકડિયાનો વિજય થયો હતો. જોકે, ગતરોજ અમરોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીની એક ઓફિસ માંથી જુગાર રમતા લોકોને 67 હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા હતા. જેમાં રાકેશ ભીકડિયા ઉપરાંત નવ લોકોનો સમાવેશ થાય છે. ભાજપના સભ્ય જુગાર રમતા ઝડપાતા રાજકારણીઓ પોલીસ મથકે દોડતા થયા છે.
જુગાર રમતા પકડાયેલા જુગારીઓ
1.નરેન્દ્ર ધાનાણી (રહે.સરિતા સોસાયટી,વરાછા),
2.દિનેશ ઉર્ફે બાલો (રહે.વાડકેશ્વર સોસાયટી,વરાછા),
3.કનુ ઉર્ફે રમેશ પટેલ (રહે.વાડકેશ્વર સોસાયટી,વરાછા),
4.ઘનશ્યામ વણઝારા (રહે.રવિ બિલ્ડિંગ,રાજહંસ સ્વપન,સરથાણા),
5.મૌલિક કાતરોડિયા (રહે.શ્રીરામ સોસાયટી,હીરાબાગ,વરાછા),
6.અજય વસાણી (રહે.વ્રજભૂમિ સોસાયટી,મોટા વરાછા),
7.મનસુખ રાસડિયા (રહે.બોમ્બે માર્કેટ પાસે,સુરત),
8.કેતન ઠક્કર (રહે.રવિ બિલ્ડિંગ),
9.કિનશ માંડવાણિયા (રહે.રઘુનદંન રેસિડન્સી,મોટા વરાછા) અને
10.રાકેશ ભીકડિયા (રહે.મંગલ દીપ સોસાયટી,કાપોદ્રા).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500