સુરત જીલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે, ઓલપાડ તાલુકાનાં સાયણ ખાતે રેલ્વે બ્રિજની બાજુમાં આવેલ શિવરેસિડન્સીના બીજા માળે ફ્લેટ નંબર-202ના માલિક કમલેશ નાગરભાઈ પટેલ (રહે.વેલંજા ગામ,રામવાટીકા-સોસાયટી,તા.કામરેજ) પોતાની માલિકીના ફ્લેટમાં બહારથી લોકોને બોલાવી તેઓ પાસેથી પૈસા લઈ કોઈન આપી હારજીતનો જુગાર રમાડી રહ્યો છે. જે હકીકતના આધારે એલસીબી પોલીસની ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ કરી હતી.
તે દરમિયાન કોઈન ઉપર જુગાર રમી રહેલ અર્જુનભાઈ ભરતભાઇ ગોહીલ(રહે.ભરુચ),કમલેશભાઈ નાગરભાઈ પટેલ(રહે.કામરેજ), કાસમભાઈ જુસબભાઈ કાટેલીયા (રહે.જામનગર), ભગવાનભાઈ શ્યામજીભાઈ પટેલ (રહે.સુરત), બાસકીનાથ ગંગાસાગર ભગત (રહે.ભરુચ), મનુભાઈ હરદાસભાઈ ધાંધ્યા (રહે.સુરત), કાંતિભાઈ સવજીભાઇ સોટેલીયા (રહે.સુરત), તથા દિનુભાઈ ગોવિંદભાઈ પટેલ (રહે. સુરત) નાઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ શખ્સો પાસેથી એલસીબી પોલીસે રોકડા રૂપિયા 62,350/- તથા પ્લાસ્ટિકના કોઈન નંગ 105, બે કાર, એક મોટરસાઈકલ અને 8 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 19,31,800/-નો મુદ્દામાલ જપ્ય કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500