Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વરલી મટકાનો જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા

  • March 06, 2021 

સુરત જીલ્લાના માંડવી તાલુકાનાં જુના રતનીયા ગામે નિશાળ ફળિયામાં માંડવી પોલીસની ટીમે વરલી મટકા જુગારના અડ્ડા પર દરોડા પડ્યા હતા. જેમાં 6 જુગારીઓને ઝડપી પાડી રૂપિયા 26,660/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

 

 

માંડવી પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે, જુના રતનીયા ગામે નિશાળ ફળિયામાં જૂના સરકારી બંધ આવાસની પાછળ ચાલતા જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન મુંબઈથી નીકળતાં વરલી મટકાના આંકો પર પૈસા વતી લગાવી હાર જીતનો જુગાર રમતા-રમાડતાં 6 જેટલા જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલ જુગારીઓ પાસેથી પોલીસે રોકડા 9,140/- તથા પકડાયેલ ઈસમોની અંગઝડતી દરમિયાન રૂપિયા 10,520/- તથા ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 7,000/- મળી કુલ રૂપિયા 26,660/- નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ હતી.

 

 

 

ઝડપાયેલા જુગારીઓ
  1. આનંદભાઇ રમેશભાઇ ચૌધરી (રહે.જુના રતનીયા ગામ નિશાળ ફળીયું,તા.માંડવી જી.સુરત)
  2. નીરવભાઇ નાથુભાઇ ગામીત (રહે.જુના રતનીયા આંબલી ફળીયું,તા.માંડવી જી.સુરત)
  3. વિજયભાઇ મણીલાલ રાઠોડ (રહે.જુના રતનીયા નિશાળ ફળીયું,તા.માંડવી જી.સુરત)
  4. અશોકભાઇ નાથુભાઇ ચૌધરી (રહે.કોળીવાડ રતનીયા,જી.માંડવી જી.સુરત)
  5. દિનેશભાઇ વાધરીયાભાઇ ચૌધરી (રહે.મોટીચેર વાડી ફળીયું,તા.માંડવી જી.સુરત)
  6. વલ્લભભાઇ બાબરભાઇ ચૌધરી (રહે.ઘાસીયામેઢા મહેતા ફળીયું,તા.સોનગઢ જી.તાપી)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application