સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામા નજીક સિલ્વાસા પેરેડાઈઝ નામની નવનિર્મિત બિલ્ડીંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ થઈ રહ્યું હતું. તે દરમિયાન માટી ધસી પડતાં 8 જેટલા શ્રમિકો દબાયા હતાં.
નવનિર્મિત એપાર્ટમેન્ટના અંડર ગ્રાઉન્ડ ખોદકામ દરમિયાન સિમેન્ટની દિવાલ બનાવવા માટેનું કામ ચાલતું હતું. ત્યારે સ્લેબ પડતા 20 ફૂટ નીચે શ્રમિકો દટાયાં હતાં. જેથી તાત્કાલિક ફાયર-બ્રિગેડની મદદ લેવામાં આવી રહી છે. ચાર ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવતા 8 મજૂરો જે માટી નીચે દબાઈ ગયા હતા. જેમાંથી 4 શ્રમિકોને બહાર કઢાયા હતા જ્યારે 4 શ્રમિકનાં મોત થયાં હતા.
પરંતુ આ ઘટનામાં બે સગા ભાઈઓનો ચમત્કારિક બચાવ થયો છે. 20 ફૂટ ઉંડા ખાડામાં સેન્ટિગ કામ કરતા અર્જુનદાસ લુચ્ચીદાસ સેન્ટિગ પ્લેટને ખીલા મારતો હતો, બે ખીલા માર્યા બાદ ત્રીજો ખીલો મારવા જતા માટીના ઢગલા તમામ ઉપર ધસી પડ્યા હતા. જેને લઈ શિવકુમાર લુચ્ચીદાસ તાત્કાલિક બહાર નીકળી જવામાં સફળ રહ્યો હતો.પરંતુ મોટાભાઈને બહાર કાઢવા માટે માટીના ઢગલાને હટાવવાની ફરજ પડી હતી. લગભગ ત્રણેક કલાક માટીમાં દટાયેલા રહેલા અર્જુનને પ્લાસ્ટિકના પાઈપે જીવ બચાવ્યો હતો. પ્લાસ્ટકના પાઈપના કાણામાંથી શ્વાસ લેતા રહેતા તેનો ચમત્કારિક બચાવ થયો હતો.
મૃત્યુ પામનાર શ્રમિકો
- અજય સુરેન્દ્ર શર્મા
- પિન્ટુ અશોક શાહ
- શંકર સુખદેવ શર્મા
- પ્રદીપ યાદવ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500