સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ લંબે હનુમાન રોડ પર પતિ સાથે જમવા બાબતના ઝઘડામાં પત્નીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
વરાછાના લંબે હનુમાન રોડ પર કમલ પાર્ક સોસાયટીમાં રહેતી 39 વર્ષીય દુર્ગાબેન વ્રજલાલ રાઠોડ મોડી રાત્રે ઘરમાં છતના હુક સાથે દોરી બાંધી ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. દુર્ગાબેન મૂળ ભાવનગરના ચિતરાના વતની હતા અને તેને સંતાનમાં ચાર વર્ષની પુત્રી અને દોઢ વર્ષનો પુત્ર છે. બનાવના દિવસે પરિવારજનો રાત્રે સૂઈ ગયા હતા. બાદમાં ચાર વર્ષની પુત્રીએ પિતાને ઉંઘમાંથી જગાડ્યા હતા. ત્યારબાદ પતિ જોયું કે, પત્ની ફાંસો ખાધેલી હાલતમાં જોવ મળી હતી. જોકે જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઇ જતા દુર્ગા બેનને માઠુ લાગી આવતા આ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે વરાછા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application