કામરેજ તાલુકાના ચીર્યાસી ગામે શ્રમજીવી મજૂરે ફાંસો ખાઈ આત્માહત્યા કરી લેતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કામરેજ તાલુકાના ચોર્યાસી ગામે મજુરી કામ કરતો 30 વર્ષીય યુવક રવીન્દ્રભાઈ મગનભાઈ વાસાવા(મૂળ.મૌલીપાડા ગામ, તા.ઉચ્છલ) ચોર્યાસી ગામની નજીકમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલી ઝાડી ઝાંખરામાં સમડીના ઝાડ ઉપર ખાટલો બાંધવાની પાટી સાથે ફાંસો ખાઈ લટકી ગયો હતો. રવીન્દ્રભાઈ કોઈ અગમ્ય કારણસર પોતાનો જીવ ટૂંકાવી આત્મહત્યા કર્યાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ ઘટના અંગે મૃતકની પત્ની રમીલાબેનએ કામરેજ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application