Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બીજા માળેથી નીચે પટકાતાં 3 વર્ષીય બાળકીનું મોત

  • February 28, 2021 

સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકાનાં પીપોદરા ખાતે રાજહંશ ફીલા ઇન્ડીસ્ટ્રીલના પડાવમાં રહેતી 3 વર્ષીય બાળકી બીજા માળેથી નીચે પટકાતાં ગંભીર ઇજાને કારણે તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.

 

 

 

સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકાનાં પિપોદરા ગામે લીંડીયાત રોડ ઉપર જગદીશભાઈ કોન્ટ્રાકટરના રાજહંશ ફીલા ઇન્ડીસ્ટ્રીલના પડાવમાં રહેતા મેતામભાઈ નિજલાભાઈ ક્લેસ (મૂળ.મધ્યપ્રદેશ) મજૂરી કામ કરી પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે મેતામભાઈની ત્રણ વર્ષીય પુત્રી પિનલ રમતા-રમતા બીજા માળે ચડી ગઈ હતી અને શટર મુકવાની ગેટ પાસેથી આકસ્મિત રીતે નીચે પટકતા બાળકીને શરીરે ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજયું હતું.

 

 

 

આ બનાવ અંગે કોસંબા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application