સુરત જીલ્લાના માંગરોળ તાલુકાનાં પાલોદ ગામે સાનિધ્ય ટાઉનશીપમાં રહેતો મૂનમૂનકુમાર છોટક સિંગ યુનિયન બેન્કના નામથી ગ્રાહક સેવા કેન્દ્ર તથા જનસેવા મની ટ્રાન્સફરના નામથી વેપાર કરી ગુજરાન ચલાવે છે. મૂનમૂનકુમાર પોતાની મોટરસાઈકલ નંબર જીજે/05/એલઆર/7901 લઈ કરંજ ખાતે આવેલ દુકાને ગયો હતો અને જ્યાંથી રાત્રિના સમયે યુનિયન બેન્કનું માઇક્રો એટીએમ મશીન લેપટોપ તેમજ રોકડા રૂપિયા 1.50 લાખ બેગમાં લઈ ઘરે આવવા નીકળ્યો હતો. તે સમયે તેમના મિત્ર હસનેન સલમાનીએ જણાવ્યુ હતું કે, મને પણ બાઇક ઉપર બેસાડી કીમ ચાર રસ્તા નજીક ઉતારી દેજે તેમ કહેતા આ બંને વ્યક્તિઓ બાઇક ઉપર સવાર થઈ ભાટકોલ ગામની સીમમાં લીંડીયાત જી.ઇ.બી ગેટ નજીક માંડવી-કીમ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.
તે સમય દરમિયાન એક નંબર વગરની બાઇક ઉપર આવેલ ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ મૂનમૂનકુમારની બાઇક રોકતા પાછળ બેસેલ હસનેન ભાગી છૂટ્યો હતો. આ ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ પૈસા ભરેલ બેગ ઝૂંટવવાની કોશિશ કરતાં મુનમૂનકુમારે પ્રતિકાર કરતાં આ અજાણ્યા લુટારુઓએ ચપ્પુ વડે હુમલો કરી બેગ લઈ 1.70 લાખના લૂટી લઈ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે કોસંબા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application