Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 3 યુવકો ઘાયલ

  • August 31, 2021 

સુરતના બારડોલી-ધુલિયા હાઇવે ઓવર બ્રિજ પાસે આવેલ એક પેટ્રોલ પંપ નજીક ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ઉપર સવાર ત્રણેય યુવકોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીના ધુલિયા ચાર રસ્તાથી બાજીપુરા જતા નેશનલ હાઈવે નંબર-53 ઉપર ઓવર બ્રિજ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પલસાણા તાલુકાનાં વણેસા અને પિસાદ ગામના ત્રણ યુવકો ચિરાગ રાઠોડ (રહે.વણેસા), નિતિન રાઠોડ તેમજ પિયુષ રાઠોડ (બંને રહે.પીસાદ) નાઓ બાઇક નંબર જીજે/19/બીસી/2771 ઉપર સવાર થઈ બારડોલી બાજીપુરા નેશનલ હાઈવે ઉપર બ્રિજ નજીક આવેલ પેટ્રોલ પંપ નજીકથી પુરઝડપે પસાર થઈ રહયા હતા. તે સમયે એક ઇકો કાર નંબર જીજે/15/સીએચ/4896ના ચાલક કારમાં ગેસ પુરાવવા માટે પંપ ઉપર જઈ રહ્યા હતા તે સમયે બાઇક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આ ત્રણેય યુવકોને શરીરે ઇજા પહોંચતા સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક યુવકનીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગેની જાણ થતા બારડોલી પોલીસ સ્થળ ઉપર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application