ડુમસ રોડ પર બપોરે ડુમસથી ફરીને આવતી વખતે મોટરસાયકલ સ્લીપ થઈને ડિવાઈડર સાથે ભટકાતાં ઇજા પામેલા 2 મિત્રો પૈકી એકનું મોત નીપજ્યું હતું.
મગદલ્લાના ભવાની સ્ટ્રીટમા રહેતો 21 વર્ષીય રામલગ્ન અંબિકા પરિહાર મગદલ્લાની સિમેન્ટની કંપનીમાં નોકરી કરતો હતો. રામલગ્ન તેના મિત્ર રતન સુરેન્દ્ર શર્મા સાથે બપોરે ડુમસથી ફરીને મોટરસાયકલ પર આવી રહ્યા હતા. ત્યારે ડુમ્મસ રોડ પર સાયલન્ટ ઝોન ત્રણ રસ્તા પાસે મોટરસાયકલ સ્લીપ થઈને ડિવાઈડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને ને યુવાનો ને ઈજા થઈ હતી.
જ્યારે ગંભીર ઈજા પામેલા રામલગ્ન ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નીપજયું હતું. આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application