સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં કારેલી ગામની સીમમાં તા.19 એપ્રિલના રોજ સનસાઇન વિભાગ-2 ખાતેથી કોઈ અજાણ્યા તસ્કરો લોખંડના સળિયાની 37 ભારી એટલે કે આશરે 3 ટન જેટલા સળિયા જેની કિંમત રૂપિયા 1.60 લાખની ચોરી કરી ગયા હતા.
આ બનવા અંગે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે સુરત જિલ્લા એસ.ઓ.જી. પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન મળેલ બાતમીના આધારે, લોખંડના સળિયાની ચોરીના ગુનામાં સંડોવાયેલ બે વ્યક્તિઓ ઉમરા ગામ પાસે ઊભા છે જેથી આધારે એસઓજી પોલીસ ઘટના સ્થળે પહોંચી આ બંને આરોપી રમેશ ઉર્ફે રામુ લવમહારાજ મિશ્રા રહે.મઢી-સુરાલી તથા અનિકેત ઉર્ફે અન્નુ રતિલાલ પટેલ રહે.ઊંડાચગામ, ગણદેવીના ઓને ઈકો કાર નંબર જીજે/19/એએમ/8601 સાથે ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી લોખંડના સળિયા, મોબાઈલ ફોન અને કાર મળી એમ કુલ મળી 3.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બંને ઇસમોને ગુનાની કબૂલાત કરતાં તેમનો કબ્જો ઓલપાડ પોલીસને સોંપ્યો હતો, જ્યારે આ ગુનામાં સંડોવાયેલ ગુડ્ડુ નામના વ્યક્તિને વોન્ડેટ જાહેર કર્યો હતો.
કઈ રીતે આપતા હતા ચોરીને અંજામ....
પકડાયેલ ઈસમો પાસેથી જાણવા મળ્યું હતું કે, તેઓ બાંધકામવાળી જગ્યાએ રેકી કરી ખુલ્લામાં લોખંડના સળિયા પડેલ હોય તથા વોચમેન કે સાચવવા માટે કોઈ વ્યક્તિ ન હોય તેવી જગ્યા જોઈ રાતના સમયે વાહન લાવી લોખંડના સળિયાની ચોરી કરતાં હતા.
બંને ઈસમોની ગુનાહિત કાર્યવાહી....
પકડાયેલ બંને ઈસમો પૈકી રમેશ ઉર્ફે રામુ મિશ્રા લોખંડના સળિયા તથા અન્ય ચોરીના 17 જેટલા ગુનામાં પકડાયેલ છે. રમેશ ઉર્ફે રામુ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમા ચોરીના ગુનાને અંજામ આપી ચૂક્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500