સુરત જીલ્લા એલ.સી.બી.નાં પોલીસ સ્ટાફ ટીમ જીલ્લામાં પ્રોહી. તથા જુગારની પ્રવૃતિને નાબુદ કરવા અલગ-અલગ ટીમ બનાવી પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન મળેલ બાતમીનાં આધારે એલ.સી.બી.નો સ્ટાફ કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે સમયે પી.આઈ. બી.કે.ખાચરને મળેલ ખાનગી બાતમીના આધારે એક ટેમ્પો નંબર એમએચ/46/બીએફ/9116માં વિદેશી દારૂનો જથ્થો ભરી પલસાણા નેશનલ હાઈવે નંબર-48 પરથી પસાર થનાર છે.
જેના આધારે પોલિસ ટીમે માખિંગા પાસે આવેલા રાજસ્થાન ભોજનાલય પાસે વોચ ગોઠવી હતી કે, ત્યારે બાતમીવાળો ટેમ્પો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેણે રોકી તેમાં તપાસ હાથ ધરતા ટેમ્પામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનાં 271 બોક્ષ મળી આવ્યા હતા જેની કીંમત રૂપિયા 13,00,800/-, તથા ટેમ્પાની કીંમત 8 લાખ, 23 નંગ મોબઈલ અને રોકડા 4540/- મળી કુલ રૂપિયા 21,08,340/-નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
ત્યારબાદ પોલીસે ટેમ્પો ચાલકની પૂછપરચ કરતા તેનું નામ મનોહરસિંહ નારાયણસિંહ રાજપૂત અને કમલેશ મીંઠૂલાલ સોની (બંને રહે.રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું અને પોલીસે બંને આરોપીની ધરપકડ કરી માલ ભરવી આપનાર રમેશ નામના ઈસમને આર.એન્ડ કે. ટ્રાન્સપોર્ટ પણજી ગોવાને વોન્ડેટ જાહેર કર્યો હતો. આ બનાવ માં પોલીસે તમાત આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500