સુરત જીલ્લાના કોસમાડી ગામની નજીકથી કામરેજ તરફથી આવી રહેલ એક કાર એકાએક પલટી મારતા કારમાં સવાર ત્રણ પૈકી બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા તેમજ કાર ચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
કામરેજ તાલુકાના કોસમાડી ગામ ખાતેથી વાઘેચા તરફ જતા રોડ ઉપર પુરઝડપે આવી રહેલી કાર નંબર જીજે/05/જેએસ/4256ના ચાલકે કોસમાડી નજીક વળાંક આવતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી હતી અને રોડની સાઈડમાં આવેલ બાવળના ઝાડ સાથે અથડાઇ અકસ્માત સર્જાતા કોસમાડી ગામમાં રહેતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ પૈકી બે વ્યક્તિઓ ભાવેશભાઈ મધુભાઈ કાનાણી (રહે. સુરત) તથા ઘનશ્યામભાઈ પડવાભાઇ ભેસાણિયા (રહે.ઓલપાડ) ને શરીરે ગંભીર ઇજા પહોંચતા બંનેના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે કામરેજ પોલીસે ચાલક હિતેશ કાકડિયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application