સુરત ક્રાઈમ બ્રાન્ચે કતારગામ ગોટાલાવાડી સર્કલ પાસેથી ટેમ્પો માંથી રૂપિયા 12 લાખથી વધુના દારૂ સાથે બે જણાને ઝડપી પાડી કુલ રૂપિયા 17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પોલીસને મળેલ બાતમીનાં આધારે કતારગામ ગોટાલાવાડી સર્કલ પાસે ટેમ્પો નંબર MH/04/DS/7156 નાને અટકાવી જડતી લેતા તેમાં તાડપત્રી નીચે રાખેલી વિદેશી દારૂની કુલ 12702 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 12,07,200/-હતી.
જોકે ક્રાઈમ બ્રાન્ચે ટેમ્પોના ચાલક મહેશ ઘનશ્યામભાઇ મહેતા (ઉ.વ.39, ફ્લેટ નં.413, બીલ્ડીંગ નંબર-7, માન સરોવર રેસીડન્સી, કામરેજ) અને ક્લીનર ચંદન ગુલાબ ગૌતમ (ઉ.વ.34, રહે.ઘર નં.238, રીષીનગર, મહારાણા ચોક, લીંબાયત) નાની ધરપકડ કરી તેમની પાસેથી રૂપિયા 5 લાખનો ટેમ્પો, 3 નંગ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂપિયા 17,08,700/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ત્યારબાદ બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, દારૂનો જથ્થો રેલવેના બુટલેગર જીતુ માલીયાએ મંગાવતા વીરેન્દ્ર ઉર્ફે રાજુ પંડીત ઉમાપ્રસાદ મિશ્રાએ મોકલ્યો હતો. આમ, ક્રાઈમ બ્રાન્ચે બંનેને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જયારે ઝડપાયેલા મહેશ મહેતા અને ચંદન ગૌતમ અગાઉ નવસારીમાં પણ દારૂની હેરાફેરી કરતા હોવાની જાણકારી મળી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500