Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદેશી દારૂની 720 બોટલો સાથે 2 ઈસમો ઝડપાયા, 1 વોન્ટેડ

  • August 29, 2021 

સુરતના મહુવા તાલુકાનાં બોરીયા ગામેથી પસાર થતી નહેર નજીકથી એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂની કુલ 720 બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 36,000/- મળી આ કુલ રૂપિયા 38,900/-નો મુદ્દામાલ કબ્જે કરી એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે રેડ કરી હતી. તે દરમિયાન મહુવાનાં બોરીયા ગામની સીમમાં કાકરાપાર ડાબા કાંઠા નહેર નજીક દારૂનો જથ્થો ઉતારી વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરી રહેલ 2 ઈસમો જેમાં આદર્શ રમેશભાઈ નાયકા (રહે.બોરીયાગામ,ઉજયમાતા ફળિયું,તા.મહુવા) અને અલ્પેશભાઈ ગુરજીભાઈ નાયકા (રહે.બોરીયાગામમ પારસી ફળિયું,તા.મહુવા) ના ઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂની કુલ 720 બોટલ કિંમત રૂપિયા 36,000/- તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળી આમ કુલ રૂપિયા 38,900/-નો મુદ્દામાલ કબ્જે કરી આ ગુનામાં સંડોવાયેલ મહેન્દ્ર ઉર્ફે દેગો ઢોડિયા પટેલ (રહે.શેખપુર,તા.મહુવા) ને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application