Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : ૨૮૦ ઘરોમાં વસતા ૧૪૦૦ નાગરિકોને પીવાના પાણી, ડ્રેનજ, સ્ટ્રીટ લાઈટની સાથે સીસી રોડની વધુ સારી સુવિધા મળશે

  • October 23, 2023 

સુરતના વરીયાવ તારવાડી સ્થિત ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ સોસાયટી ખાતે રૂ.૨.૭૭ કરોડના ખર્ચે ૨૫૦૦ ચો. મીટરના સીસી રોડનું વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ સોસાયટી ખાતે સ્ટ્રીટ લાઈટ, પાણીની પાઈપલાઈ, ડ્રેનેજનું કાર્ય ઝડપભેર પૂર્ણ કરવામાં આવ્યા બાદ રોડની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે. સાથે ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ સોસાયટીના ૨૮૦ ઘરોમાં વસતા ૧૪૦૦થી વધુ નાગરિકોની મુશ્કેલીનું કાયમી ધોરણે નિરાકરણ આવશે. રાજ્ય સરકારે આરોગ્ય, રોડ રસ્તા, પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઈટ અને ગટરલાઈન સહિતની પાયાની સુવિધાઓને આમજન સુધી પહોંચાડી છે. મંત્રીશ્રીએ રાજ્ય સરકારના યોગદાનથી સ્થાનિક વિકાસ કામો, જનહિતની સુવિધાઓ ઊભી કરીને જાહેરહિતની યોજનાઓનો વ્યાપ વિસ્તારવા અધિકારી સહિત સંગઠન હોદ્દેદારોને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે રાંદેર ઝોનલ ચીફ, કાર્યપાલક ઈજનેર, ડે.ઈજનેર, કોર્પોરેટર સર્વ, વોર્ડ પ્રમુખ, સામાજિક અગ્રણીઓ સહિત સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application