સુરત એલસીબીએ બારડોલીના નિઝર ગામે બાતમી આધારે એક મકાનના વાડામાં રેડ કરતા વિદેશી દારૂની 1095 બોટલો કબ્જે કરી હતી, જયારે બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એલ.સી.બી પોલીસ સ્ટાફનાં માણસો બારડોલી વિસ્તારમા ગેરકાયદેસર વિદેશી દારૂની પ્રવૃતિ શોધી કાઢવા બાબતે પેટ્રોલીંગમા હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહુવા તાલુકાના તરસાડી ગામે રહેતો રૂપેશભાઇ ભરતભાઇ માહ્યાવંશી તથા નીઝર ગામે માહ્યાવંશી મહોલ્લામાં રહેતો આયુષભાઇ પ્રવિણભાઇ માહ્યાવંશી નાઓએ વિદેશી દારૂનો જથ્થો મંગાવી નીઝર ગામે માહ્યાવંશી મહોલ્લામાં આવેલ લક્ષ્મણભાઇ હરીભાઇ માહ્યાવંશીના બંધ ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં ઝાડી ઝાંખરાંમાં ઉતારી સગેવગે કરવાની પેરવીમાં છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા રેડના સ્થળે કોઈ માણસો હાજર મળી આવ્યા ન હતા. પરંતુ સ્થળ ઉપર જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ નંગ 1095 બોટલનો જથ્થો તથા એક કાળા રંગનુ યુનીકોન બાઈક નંબર GJ/19/AN/1666 મળી આવી હતી.
આમ, પોલીસે આ તમામ 1.18 લાખની કિંમતનો વિદેશી દારૂ તેમજ 40 હજારની બાઈક મળી કુલ રૂપિયા 1.58,650/-નો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલ વિદેશી દારૂ ઉતારી તેમજ છુપાવી રાખનાર આરોપીએ એવા રૂપેશભાઈ ભરતભાઇ માંહ્યવશી (રહે.તરસાડી ગામ, મહુવા) તેમજ આયુષભાઈ પ્રવીણભાઈ માંહ્યવાવંશી (રહે.માંહ્યવંશી મહોલ્લો, નિઝર ગામ, બારડોલી) નાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500