સુરત જીલ્લાના માંગરોળ તાલુકાનાં પિપોદરા જીઆઇડીસીમાં આવેલ રોનક ઇન્ડરસ્ટ્રીઝ કંપનીને ચોરટાઓએ નિશાન બનાવી હતી. ચોરટાઓ મોડી રાત્રે કંપનીની ઓફિસનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી ઓફિસના ટેબલમાં રહેલ રોકડ રકમની ચોરી કરી હતી. ટેબલના ખાનામાં રહેલ રૂપિયા 1.75 લાખ રોકડા અને ચાંદીની લક્કીની ચોરી કરી ચોરટાઓ ફરાર થઈ ગયા હતા.
આ ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ હતી. જયારે બીજા દિવસે કંપનીના સંચાલકોને જાણ થતાં તેમણે પોલીસને જાણ કરતાં પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરટાઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application