સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં અંત્રોલી ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર હનુમાનજી મંદિર નજીકથી પોલીસે વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ કાર સાથે ચાલકને ઝડપી પાડી કુલ 1,56,475/-નો મુદ્દામાલ કબ્જે કરી બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, અંત્રોલી ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર વોચ ગોઠવી હતી. તે સમયે અબ્રામા તરફથી બાતમી મુજબની સ્વિફ્ટ કાર નંબર જીજે/25/એ/2341ને આવતા જોઈ તેને અટકાવવાની કોશિશ કરી હતી. જોકે, કાર ચાલક કાર લઈ ભાગવા લાગ્યો હત પરંતુ પોલીસે કારનો પીછો કરી અંત્રોલી ગામની સીમમાં હનુમાનજી મંદિર નજીક અટકાવી હતી અને કારમાં તપાસ કરતાં કાર માંથી 55,975/-ની કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે હાર્દિકભાઇ જસવંતભાઇ દેવાણી (હાલ રહે.મોટા વરાછા,સુરત) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે માલ ભરાવનાર સુખદેવ મારવાડી (રહે.ઉભેળ તા.કામરેજ,જિ.સુરત) તથા માલ મંગાવનાર પ્રદિપ કાલરીયા (રહે.કોસંબા,જિ.સુરત)ના ઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. આમ, પોલીસે કાર અને વિદેશી દારૂ મળી કુલ 1,56,475/-નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500