Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેન્કરે બાઈકને ટક્કર મારતાં 1નું મોત, 2 ઘાયલ

  • March 08, 2021 

મહુવા તાલુકાનાં અનીતભાઈ બાલસિંગભાઈ પટેલ દાદર નગરહવેલી ખાતેની નરોલી સ્થિત રિલાયન્સ એન્ટરપ્રાઈઝ પ્રા.લિ. કંપનીમાં નોકરી કરતા હતા અને તેની સાથે ફરજ બજાવતા કંપનીના સહકર્મી તુલારામ કુશવાહની સાથે તુલારામના છોકરાની ઉનાઈ માતા મંદિરે બાધા માની હોવાથી તે પૂરી કરવા માટે નીકળ્યા હતા.

 

 

 

અનીતભાઈ એ પાડોશી રણજિતભાઈની હીરો સ્પલેન્ડર પ્લસ મોટરસાઈકલ નંબર જીજે/21/બીએલ/3705 ઉપર ઉનાઈ જવા નીકળ્યા હતા. અનીતભાઈ બાઈક ચલાવતા હતા અને પાછળ તુલારામ તેમનો છોકરો અનિલને લઈને બેઠા હતા ત્યારબાદ વાપી હાઈવે ઉપર વલસાડી ઝાંપા જકાતા નાકા પાસે બ્રિજ ઉપરથી સવારે પોણા પાંચના સુમારે પસાર થતા હતા. તે સમય દરમિયાન એક ટાટા કંપનીના ટેન્કર નંબર જીજે/12/બીટી/8247નાં ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવીને બાઈકને ટક્કર મારી હતી. ટક્કર મારતાં જ બાઈક પર સવાર ત્રણેય સવાર રોડ પર પટકાયા હતા જે પૈકી તુલારામના માથા પરથી ટેન્કરનું વ્હીલ ફરી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જયારે અનીતભાઈ અને બાળકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત અંગે અનીત ભાઈ પટેલએ વાપી ટાઉન પોલીસને ફરિયાદ આપતા પોલીસે ટેન્કર ચાલક સામે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application