નવી સિવિલ હોસ્પિટલમાં એચથ્રીએનટુના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દૈનિક આવતા વિવિધ રોગચાળાના કેસો વધું સામે આવી રહ્યા છે. રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપથી ફેલાતા કેસોને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે.
સુરતમાં હાલ ત્રણ દર્દીઓ આઈસોલેશનમાં છે. 24 કલાકમાં કોરોનાના 4 કેસો નોંધાયા છે ત્યારે કુલ દર્દીનો આંક 13 પર પહોંચ્યો છે. આશરે એક માસના અંતરાલ બાદ આ કેસોમાં વધારો સામે આવ્યો છે. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, ઉલ્ટી, કળતર જેવા લક્ષણો જોવા મળે છે. H3N2 ઈન્ફલ્યુએન્ઝાથી સંક્રમિત દર્દીને 2-3 દિવસ સુધી તાવ રહે છે. શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં દુખાવો ઉપરાંત દર્દીને બે થી ત્રણ અઠવાડિયા સુધી સતત ઉધરસ રહે છે.રાજ્યમાં દવાઓ, ટેસ્ટિંગ લેબ, ડોકટરોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની માર્ગદર્શિકા અનુસાર જરૂરી પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી. દેશમાં ફેલાતા H3N2 ઈન્ફલ્યુએન્ઝાને લઈને ડોક્ટરોએ સતર્ક રહેવા અપીલ કરી છે. ખાસ કરીને લોકોએ પણ તકેદારીના ભાગરુપે દરેક બાબતનું ધ્યાન રાખવું જોઈએ. કેમ કે, કોરોના કેસો પણ પહેલાની સરખામણીમાં વધુ સામે આવી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500