Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુપીઆઈમાં ફસાયેલા ૧૫ હજાર પરત મેળવવાના ચક્કરમાંથી સુપરવાઈઝરે ૫૦ હજાર ગુમાવ્યા

  • September 14, 2020 

ગોડાદરા વિસ્તારમાં રહેતા બાંધકામ સાઈડના સુપરવાઈઝરે યુ.પી.આઈમાં ફસાયેલા રૂપિયા ૧૫ હજાર પરત મેળવવાના ચક્કરમાં રૂપિયા ૫૦ હજાર ગુમાવ્યા છે. સુપર વાઈઝરે કસ્ટમર કેરમાંથી મેળવેલા મોબાઈલ નંબર ઉપર ફોન કરતા સામેવાળા ઠગબાજે પૈસા પરત અપાવાને બહાને યુપીઆઈ, આઈડી સહિતની માહિતી મેળવી લીધા બાદ સુપરવાઈઝર અને તેની પત્નીના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હતા.

 

લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ ગોડાદરા મહારાણા પ્રતાપચોક ધ્રુવપાર્ક સોસાયટીમાં રહેતા પીંકલ ભોલાભાઈ ઠાકોર વેસુમાં આવેલ ઍવલોન પ્લાઝા નામના પ્રોજેકટની સાઈટમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. પીંકલે તેના મિત્રને ભીમ ઍપ્લીકેનશન મારફતે રૂપિયા ૧૫,૩૦૦ મોકલ્યા હતા જોકે પૈસા તેના મિત્રને મળયા ન હતા. જેથી પીંકલે ભીમ ઍપ્લીકેશન કસ્ટમર કેરમાંથી મોબાઈલ નંબર મેળવી તેના ઉપર ફોન કર્યો હતો.

 

જેમા સામેવાળા ઠગબાજે પીંકલભાઈને પૈસા પરત અપાવાને બહાને ફોન-પે નામની ઍપ્લીકેશન મારફતે યુ.પી.આઈઆઈ.ડી તેમજ અન્ય માહિતી મેળવી લીધી હતી ત્યારબાદ પીંકલના ઍસબીઆઈના ખાતામાંથી રૂપિયા ૪૫,૬૭૮ અને તેની પત્નીના ખાતામાંથી ૫,૦૦૦ ઉપાડી લીધા હતા. બનાવ અંગે પીંકલભાઈઍ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી મોબાઈલ નંબરના આધારે તપાસ શરુ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application