સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક પહેલ કરતાં તમામ લંબિત કેસના ડેટાને નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રિડ (NJDG) પર અપલોડ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમકોર્ટ અત્યાર સુધી NJDGના દાયરાથી બહાર હતી. CJI ડી.વાય.ચંદ્રચૂડે તેની શરૂઆત કરી છે. CJI ચંદ્રચૂડે તેની જાહેરાત કરતાં કહ્યું કે, આ પારદર્શકતા અને જવાબદેહી લાવવા માટે છે. 80000 કેસ પેન્ડિંગ છે. 15000 અત્યાર સુધી રજિસ્ટર્ડ નથી એટલા માટે તે અત્યાર સુધી લંબિત નથી. અમારી પાસે હવે ગ્રાફ છે. જુલાઈમાં 5000થી વધુ કેસનો નિકાલ લવાયો હતો.
CJIએ કહ્યું કે 3 જજોની બેન્ચ સમક્ષ 583 કેસ લંબિત છે અને હું જલદી જ એ બેન્ચોની રચના કરીશ. અમારી પાસે સિવિલ અને ગુનાહિત બંને પ્રકારના કેસ સંબંધિત ડેટા છે. વર્ષ 2000 પહેલાંના લગભગ 100થી પણ ઓછા કેસ છે. એટલા માટે આ તમામ જૂના કેસનો નિકાલ લાવવા માટે એક ડેટાબેઝ પૂરું પાડે છે. હું વિશેષ બેન્ચની રચના કરવાની તૈયારી કરી રહ્યો છું. NJDG પોર્ટલ પર કેસ દાખલ થવા અને તેનો નિકાલ આવતા દર મહિનાનો અને વર્ષ અનુસાર વિગતવાર ડેટા હશે. CJIએ કહ્યું કે, અમે હાઈકોર્ટ અને જિલ્લા કોર્ટ માટે જે કરી રહ્યા છીએ તે જ સુપ્રીમકોર્ટ માટે પણ કરવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application