ભારતનાં બંધારણનાં આમુખમાંથી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દો હટાવવાની માંગણીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ૧૯૭૬માં બંધારણમાં તત્કાલીન વડાંપ્રધાન ઇંદિરા ગાંધીની સરકાર દ્વારા સુધારા કરીને સોશિયાલિસ્ટ, સેક્યુલર અને ઇન્ટેગ્રિટી શબ્દો ઉમેરવામાં આવ્યા હતા, આ સમગ્ર સુધારાને રદ કરવાની માગ સાથે થયેલી અરજીઓનો સુપ્રીમ કોર્ટે નિકાલ કરી દીધો હતો સાથે જ સ્પષ્ટતા કરી હતી કે બિનસાંપ્રદાયિકતા તે ભારતીય બંધારણના ઢાંચાનો જ હિસ્સો છે. સુપ્રીમ કોર્ટમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા થયેલી અરજી મુદ્દે મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમારની બેંચે ૨૨ નવેમ્બરના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ ખન્નાએ અરજદારોને કહ્યું હતું કે વર્ષો વીતી ગયા હવે આ મુદ્દાને કેમ ઉઠાવી રહ્યા છો? સુપ્રીમે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે બંધારણમાં બિનસાંપ્રદાયિક અને સમાજવાદી શબ્દો ઉમેરાયા તેના ૪૦ વર્ષ બાદ ૨૦૨૦માં આ અરજીઓ દાખલ કરાઇ હતી. સુપ્રીમ કોર્ટમાં અગાઉના ચુકાદામાં ઠેરવવામાં આવ્યું છે કે, બિનસાંપ્રદાયિકતા ભારતના મૂળ ઢાંચાનો હિસ્સો છે, બિનસાંપ્રદાયિકતા દેશના નાગરિકો સાથે કોઇ પણ પ્રકારના ભેદભાવને રોકવા માટેની દેશની કટિબદ્ધતા દર્શાવે છે. સુપ્રીમ કોર્ટમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા થયેલી અરજી મુદ્દે મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમારની બેંચે ૨૨ નવેમ્બરના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ ખન્નાએ અરજદારોને કહ્યું હતું કે વર્ષો વીતી ગયા હવે આ મુદ્દાને કેમ ઉઠાવી રહ્યા છો? સુપ્રીમે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે બંધારણમાં બિનસાંપ્રદાયિક અને સમાજવાદી શબ્દો ઉમેરાયા તેના ૪૦ વર્ષ બાદ ૨૦૨૦માં આ અરજીઓ દાખલ કરાઇ હતી. સુપ્રીમ કોર્ટમાં અગાઉના ચુકાદામાં ઠેરવવામાં આવ્યું છે કે, બિનસાંપ્રદાયિકતા ભારતના મૂળ ઢાંચાનો હિસ્સો છે, બિનસાંપ્રદાયિકતા દેશના નાગરિકો સાથે કોઇ પણ પ્રકારના ભેદભાવને રોકવા માટેની દેશની કટિબદ્ધતા દર્શાવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500