Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મેસેજિંગ એપ વ્હોટ્સએપને બંધ કરવાની માંગ વાળી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

  • November 14, 2024 

લોકપ્રિય મેસેજિંગ એપ વ્હોટ્સએપને બંધ કરવાની માંગ વાળી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજીકર્તાનું કહેવું હતું કે, વ્હોટ્સએપ કેન્દ્ર સરકારના આઈટી ગાઈડલાઈન્સનું પાલન કરતું નથી. 2021માં કેરળ હાઈકોર્ટે પણ આ અરજીકર્તાઓની આ માગ ઠુકરાવી હતી. કેરળનાં રહેવાસી ઓમનાકુટ્ટન કે.જી.નું કહેવું હતું કે, 2021માં કેરળ હાઈકોર્ટે તેમની અરજીને અપરિપક્વ ગણાવીને ફગાવી દીધી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે આઈટી ગાઈડલાઈન્સ સરકારે જારી કરી નથી.

હવે વ્હોટ્સએપે પોતે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આઈટી ગાઈડલાઈન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ, 2021ને પડકાર આપ્યો છે. વ્હોટ્સએપે કહ્યું છે કે તે પોતાની પ્રાઈવસી પોલિસી અનુસાર કામ કરે છે. અરજીકર્તાનું કહેવું હતું કે જ્યારે વ્હોટ્સએપ યુઝર્સની ગોપનીયતા અને ભ્રામક વાતોના પ્રસારને લઈને ભારતના નિયમોનું પાલન કરવા ઈચ્છતું નથી તો તેને અહીં કામ કરવા દેવું જોઈએ નહીં પરંતુ જસ્ટિસ એમ.એમ.સુંદરેશ અને અરવિંદ કુમારની બેન્ચે ઓમનાકુટ્ટનની અરજી ફગાવી દીધી જજોનું માનવું હતું કે દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application