સુપ્રીમ કોર્ટે રૂપિયા 2000ની નોટ એક્સચેન્જ કરાવવાનાં RBIનાં નોટિફિકેશનને પડકારતી અરજીની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. ન્યાયમૂર્તિ સુધાંશુ ધુલ્લા અને ન્યાયમૂર્તિ કે.વી.વિશ્વનાથનની વેકેશન બેન્ચે તાત્કાલિક સુનાવણીની અરજકર્તા એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયની માગ ફગાવી હતી. ખંડપીઠે જણાવ્યું હતું કે, અમે આ પ્રકારના કેસોની સુનાવણી ઉનાળાનાં વેકેશનમાં કરતા નથી. તાત્કાલિક સુનાવણીની માંગ કરતા અરજકર્તાએ જણાવ્યું હતું કે, 2000 રૂપિયાની નોટ પણ કોઇ પણ આઇડી પ્રુફ વગર બદલવામાં આવી રહી છે. જે યોગ્ય નથી અરજકર્તાએ દાવો કર્યો હતો કે, ખૂબ જ થોડાક સમયમાં બેંકો દ્વારા 50,000 કરોડ રૂપિયાની બે હજારની નોટો બદલવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application