Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો, જાણો શું છે એ ચુકાદો..

  • November 07, 2024 

સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે એકવાર ભરતી પ્રક્રિયા શરૂ થઈ જાય પછી નિયમોમાં ફેરફાર કરવો ગેરકાયદેસર ગણાશે. કોર્ટનું કહેવું છે કે, નિયમોમાં ફેરફારની અસર આવનારી ભરતીઓ પર લાગુ થઈ શકે છે, તેની વર્તમાન અથવા ચાલુ ભરતી પર કોઈ અસર ન થવી જોઈએ. આ ચુકાદા પાછળનો મામલો રાજસ્થાન હાઈકોર્ટ સાથે સંબંધિત છે. 2013માં અનુવાદકોની જગ્યા પર ભરતી દરમિયાન રાજ્ય સરકારે વચ્ચે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર એવા ઉમેદવારોને જ નિમણૂક માટે લાયક ગણવામાં આવશે જેમણે લેખિત અને મૌખિકમાં 75 ટકાથી વધુ ગુણ મેળવ્યા હોય.


આ નિર્ણય એવા ઉમેદવારો પર લાગુ કરવામાં આવ્યો જેઓ પરીક્ષા આપી ચૂક્યા હતા, જેના કારણે ભરતી પ્રક્રિયામાં મૂંઝવણ ઊભી થઈ હતી. સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે, ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને ન્યાયી હોવી જોઈએ, જેથી તમામ ઉમેદવારોને સમાન તકો મળે. સીજેઆઈ ચંદ્રચૂડ, જસ્ટિસ હૃષિકેશ રોય, જસ્ટિસ પમિદીઘંટમ શ્રી નરસિમ્હા, જસ્ટિસ પંકજ મિત્તલ અને જસ્ટિસ મનોજ કુમાર મિશ્રાની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે કોઈપણ ભરતી પ્રક્રિયામાં અધવચ્ચેથી ઉમેદવારોની લાયકાત કે કોઈ અન્ય નિયમમાં ફેરફાર કરવો વ્યાજબી નથી. આ નિર્ણયથી એ પણ સ્પષ્ટ થયું છે કે, કોઈપણ ભરતી પ્રક્રિયામાં સરકારોએ ફક્ત એ જ નિયમોનું પાલન કરવું જોઈએ જે પ્રક્રિયાની શરૂઆત પહેલા અમલમાં હતા. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ઉમેદવારોના અધિકારો અને નિષ્પક્ષતાના રક્ષણ માટે એક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું કે ભરતીમાં પારદર્શિતા હોવી જોઈએ જેથી કરીને પક્ષપાત કે ગેરરીતિ ન થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application