Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ ઇન્ફરમેશન કમિશન અને સ્ટેટ ઇન્ફરમેશન કમિશનોમાં ખાલી જગ્યાઓ અંગે નારાજગી વ્યક્ત કરી

  • January 08, 2025 

સુપ્રીમ કોર્ટે મંગળવારે સેન્ટ્રલ ઇન્ફરમેશન કમિશન અને સ્ટેટ ઇન્ફરમેશન કમિશનોમાં ખાલી જગ્યાઓ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કેન્દ્રને તાત્કાલિક ખાલી જગ્યાઓ ભરવાનો આદેશ આપ્યો છે. સીઆઇસીમાં માહિતી કમિશનરોની તાત્કાલિક ભરતી કરવાનું જણાવતા ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ એન કોટેશ્વર સિંહની ખંડપીઠે કેન્દ્રને જણાવ્યું હતું કે, આ જગ્યાઓને તાત્કાલિક ભરવાની જરૂર છે નહીંતર સંસ્થા હોવાનો ફાયદો શુ જો તેમાં કામ કરનારા જ ન હોય? ખંડપીઠે સીઆઇસી અને એસઆઇસીમાં એક જ શ્રેણીના ઉમેદવારોની નિમણૂકની ટીકા કરી હતી.


ન્યાયમૂર્તિ સૂર્યકાંતે જણાવ્યું હતું કે આ તથ્ય અમારા ધ્યાનમાં આવ્યું છે કે સમગ્ર આયોગમાં ફક્ત એક જ શ્રેણીના લોકો કામ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ફક્ત અમલદારોની જ નિમણૂક શા માટે કરવામાં આવે  અને અનેક ક્ષેત્રના લોકોની નિમણૂક કેમ ન કરવામાં આવે? અમે આ અંગે વધુ કંઇ પણ કહેવા માંગતા નથી પણ આ અંગે વિચાર કરવાની જરૂર છે. અરજકર્તા અંજલિ ભારદ્વાજ અને અન્યની તરફથી હાજર થયેલા વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે સીઆઇસી અને એસઆઇસીમાં જગ્યાઓ ભરવા માટે મૌલિક નિર્દેશ જારી કર્યા હતાં. જો કે રાજ્યોએ પસંદગી પ્રક્રિયામાં વિલંબ કર્યો અને માહિતીના અધિકાર એક્ટની હત્યા કરી હતી. સંબધિત સચિવોને બોલાવવા કે જવાબ માંગવાનો કોર્ટને આગ્રહ કરતા ભૂષણે જણાવ્યું હતું કે ખાલી જગ્યાઓને કારણે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરનારા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application