Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર આપવા માટે આપી મંજૂરી, વળતરની રકમ મળશે 30 દિવસની અંદર

  • October 05, 2021 

સુપ્રીમ કોર્ટે આજરોજ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર આપવા માટેના કેન્દ્ર સરકારના નિર્દેશને મંજૂરી આપી દીધી છે. કોર્ટના કહેવા પ્રમાણે મૃતકના પરિવારજનોને મળતું આ વળતર અન્ય કલ્યાણ યોજનાઓથી અલગ હશે. કોર્ટે સરકારને દાવાના 30 દિવસની અંદર મૃતકના પરિવારને વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે. આ વળતર રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન ભંડોળમાંથી આપવામાં આવશે. જસ્ટિસ એમ.આર.શાહે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, મૃતકના પરિવારજનને 50 હજાર રૂપિયાની રકમ ચુકવવામાં આવે અને તે કેન્દ્ર અને રાજ્ય દ્વારા વિવિધ પરોપકારી યોજનાઓ અંતર્ગત ચુકવવામાં આવતી રકમ કરતા વધારે હશે તેમજ કોઈ પણ રાજ્ય એ આધાર પર 50 હજાર રૂપિયાનો લાભ આપવા ઈન્કાર નહીં કરી શકે કે મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોવિડ-19 નથી. મૃત્યુનુ કારણ સુધારવા જિલ્લાધિકારી સુધારાત્મક પગલા ભરશે. જિલ્લા સ્તરીય સમિતિનું વિવરણ પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત કરવામાં આવશે. આ ચુકવણી આપત્તિ રાહત ભંડોળમાંથી થશે અને વળતરની રકમની ચુકવણી આવેદનના 30 દિવસની અંદર કરવાની રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application