Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મઢી સુગર ફેક્ટરીના સુપરવાઈઝરનું માર્ગ અકસ્માતમાં મોત

  • January 16, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ઉનાઈનાકાથી જનકનાકા તરફ જતાં રોડ ઉપર ચીખલીનાકા પાસે એક અજાણ્યા ટ્રક ચાલક ગફલતભરી રીતે હંકારી લાવી બાઈક ચાલકને અડફેટે લેતાં ચાલકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું થયું હતું.


મળતી માહિતી મુજબ, મઢી સુગર ફેકટરીમાં સુપરવાઈઝર તરીકે કામગીરી કરતા અને સોનગઢનાં દેવલપાડા ગામના આંબા ફળિયામાં રહેતા રવિનભાઈ રાયસિંગભાઈ ગામીત (ઉ.વ.52) નાંઓ તારીખ 13/01/2024નાં રોજ મોડી સાંજે વ્યારાનાં ઉનાઈ નાકથી જનકનાકા તરફ જતાં રોડ ઉપર ચીખલી નાકા પાસેથી પોતાના કબ્જાની બાઈક નંબર GJ/21/F/2993 લઈને પસાર થતાં હતા. તે દરમિયાન એક ટ્રક નંબર GJ/26/T/8566નાં ચાલકે પોતાના કબ્જાનું ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રવિનભાઈની બાઈકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં રવિનભાઈને છાતીના ભારે તથા પેટના ભાગે આંતરિક ગંભીર ઈજા પહોંચતા તેમનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકની દિકરી રીટાબેન રાહુલભાઈ ગામીત નાંએ અજાણ્યા ટ્રક ચાલક સામે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application