ઉચ્છલનાં સુંદરપુર ગામની મહિલા તરબુચનું વેચાણ કરી ગુજરાત ચલાવે છે જોકે અજાણ્યા શખ્સ સાથે ઓળખાણ થતા તેણે તરબૂચ આપવાના નામે રૂપિયા 5000 પોતાના ખાતામાં જમા કરાવ્યા બાદ તરબૂચ કે નાણાં પરત ન આપી મહિલા સાથે છેતરપિંડી કર્યાંની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાનાં સુંદરપુર ગામનાં જૂનું સરપંચ ફળિયામાં રહેતી ગીતાબેન સકારામભાઈ ગામીત તરબૂચ ખરીદી કરી વેચાણ કરી પોતાનો તથા પરિવારનું મતદાન ચલાવે છે.
તેની વર્ષ 2019થી દત્તાત્રેય રાજારામ પાટીલ નામના શખ્સ સાથે ઓળખાણ થઈ હતી અને તે ગત તારીખ 30/03/2024નાં રોજ મહિલાને જણાવ્યું કે, તમને તરબૂચ જોઈતા હોય તો મારા ખાતામાં રૂપિયા 5000 નાંખશો જે અંગે દીકરા સાથે ચર્ચા કર્યા બાદ ગીતાબેનના દીકરા ફિલિપભાઈએ ફોન-પે દ્વારા રૂપિયા 5000 દત્તાત્રેય પાટીલનાં ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યારબાદ તરબૂચ કે નાણાં પરત નહીં આપતા છેતરપિંડી કર્યાની લેખિત અરજી મહિલાએ ઉચ્છલ પોલીસ મથકે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application