શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર અને તાલીમ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત સમર સ્કિલ વર્કશોપને ઔધોગિક તાલીમ સંસ્થા આહવા ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમીતીના અધ્યક્ષા નિલમબેન ચૌધરીના હસ્તે ઉદઘાટન સમારોહ યોજવામા આવ્યો હતો. આ પ્રંસગે આહવા ઔધોગીક સંસ્થાના વડા ડી.એમ.આહિરે સમર સ્કિલ વર્કશોપની અંગેની માહિતી આપી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે, આ કાર્યક્રમમો હેતુ ઉનાળા વેકેશન માણી રહેલ વિધ્યાર્થીઓમા વોકેશનલ તાલીમની જાણકારી પ્રાપ્ત થાય તેમજ વિધ્યાર્થીઓ વ્યવસાયલક્ષી તાલીમ તરફ વળે તે માટે સરકારના અભિગમને સાર્થક કરવાનો છે. સમર સ્કિલ વર્કશોપ અંતર્ગત કુલ 300 તાલીમાર્થીઓને તાલીમ આપવામા આવશે તેમ પણ આહીરે વધુમા ઉમેર્યુ હતુ. ઔધોગિક તાલીમ સંસ્થા આહવાના તમામ કર્મચારીઓ દ્વારા વર્કશોપ ઉદઘાટન સમારંભનુ સફળતા પુર્વક આયોજન કરવામા આવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application