આરબ વિશ્વનાં સૌથી જૂના સ્વતંત્ર રાજ્ય ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક પોતાની પ્રથમ રાજકીય યાત્રા પર ભારત પહોંચ્યા છે. સવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સ્વાગત કર્યું હતું. સુલતાન હૈથમ બિન તારિક શુક્રવારે ભારતની ત્રણ દિવસની રાજકીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેમનું સ્વાગત કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરન દ્વારા કરવામાં આવ્યું હતું. આ યાત્રા ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરશે. સુલતાને યાત્રાના પ્રથમ દિવસે વિદેશ મંત્રી ડો.એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી.
આ દરમિયાન બંને દેશો સાથે અનેક મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. જયશંકરે કહ્યું હતું કે, વિદેશ મંત્રાલય ભારત અને ઓમાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સુલતાનના માર્ગદર્શનને મહત્વ આપે છે. રાજકીય યાત્રાની શરૂઆતમાં ઓમાનના મહામહિમ સુલતાન હૈથમ બિન તારિક સાથે મુલાકાત કરવી એ સન્માનની વાત છે. આ વર્ષે વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરન ઓમાનની મુલાકાતે ગયા હતા. તારીખ 18-19 ઓક્ટોબરની તેમની મુલાકાત બાદ સુલતાન ભારતની મુલાકાતે આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તેમની ભારત યાત્રા પર કહ્યું કે, તેમની મુલાકાત ભારત અને ઓમાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે. બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગ અને મિત્રતાને ગાઢ બનાવવા માટે પણ આ મુલાકાત ખૂબ જ અસરકારક સાબિત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application