સુખવિંદર સિંહ સુખુએ હિમાચલ પ્રદેશનાં 15માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. હિમાચલનાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે શિમલાના રિજ મેદાનમાં સુખુને પદના શપથ લેવડાવ્યા હતા. સુખુની સાથે કોંગ્રેસના નેતા અને પ્રતિભા સિંહના નજીકના મુકેશ અગ્નિહોત્રીએ પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સિંહ સુખુના શપથવિધિ કાર્યક્રમમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહીત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ માંલીકાર્જુન ખડગે પણ હાજર રહ્યા છે.
આ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ પણ શપથવિધિમાં હાજર રહ્યા છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં આ શપથવિધિનો કાર્યકમ રાખવમાં આવ્યો છે. આ શપથવિધિમાં સુખવિંદર સિંહ સુખુનો પરિવાર પણ શપથવિધિમાં હાજર છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને બહુમત મળ્યો હતો. હિમાચલ પ્રદેશની ચુંટણીના પરિણામ બાદ કોંગ્રેસમાં સીએમ તરીકે દાવેદારોનો રાફડો ફાટ્યો હતો.
કોંગ્રેસનાં હાઇકમાન્ડ દ્વારા છેલ્લે સુખવિંદર સિંહ સુખુના નામની મોહર લાગી હતી. હિમાચલ પ્રદેશની ચુંટણીનું પરિણામ પણ ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરિણામ સાથે જાહેર થયુ હતું. હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સિંહ સુખુ સતત પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા સીટો છે. કોઈપણ પાર્ટીને સરકાર બનાવવા માટે 35 સીટોની જરૂર હોય છે. કોંગ્રેસે અહીં 40 સીટો જીતી છે. ભાજપને 25 જ્યારે અન્યને ત્રણ બેઠકો મળી છે. AAPએ એક પણ સીટ જીતી નથી.
આ ચૂંટણીમાં 412 ઉમેદવારોનું ભાવિ દાવ પર હતું. હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જીત્યા બાદ પણ કોંગ્રેસ હવે પોતાના ધારાસભ્યો તૂટવાની ચિંતામાં હતા. પરિણામ આવ્યા પછી, છત્તીસગઢના સીએમ અને ચૂંટણી નિરીક્ષક ભૂપેશ બઘેલે હોર્સ ટ્રેડિંગ પર નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસમાંથી જીતેલા ધારાસભ્યોને ભાજપથી ખતરો છે. ભાજપ કંઈ પણ કરી શકે છે. તમારે તમારા સાથીઓનું ધ્યાન રાખવું પડશે. વિજેતા ધારાસભ્યોને રાયપુર ખસેડવામાં આવશે તેવી ચર્ચા પણ થઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500