વલસાડ જિલ્લામાં સપ્ટેમ્બર-૨૦૨૦ દરમિયાન રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પોષણ માસ દરમ્યાન બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ, એનિમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ અને સેનિટેશન તથા પોષ્ટિક આહાર જેવા પાંચ મુખ્ય ઘટકો ઉપર ભાર મુકવામાં આવ્યો છે.
આ ઉજવણી દરમિયાન જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે જિલ્લાના કુપોષિત બાળકોની તપાસ કરવા ઉપરાંત તેમને પોષણયુક્ત સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના વાલીઓને આંગણવાડીઓમાંથી આવતા પોષક આહાર નિયમિતપણે લેવા જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application