આસામના નાગાંવના એક વિદ્યાર્થીઓ બુધવારે સવારે રાજસ્થાનના કોટામાં આત્મહત્યા કરી હતી. આ દિવસની બીજી અને આ મહિનાની છઠ્ઠી દુર્ઘટના હતી. વહેલી સવારે અમદાવાદની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પરાગ નામના વિદ્યાર્થીનો મૃતદેહ મહાવીર નગર વિસ્તારમાં તેના ઘરમાંથી મળી આવ્યો હતો.
આ દુર્ઘટનાના કલાકો પહેલા અમદાવાદની વિદ્યાર્થીની અફશા શેખનો મૃતદેહ જવાહર નગર વિસ્તારમાં હોસ્ટેલ રૂમની છત પર લટકતો મળી આવ્યો હતો. અફશા નીટ પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી. પોલીસે જણાવ્યું કે, બંને કેસમાં પોસ્ટમોર્ટમનો આદેશ આપવામાં આવ્યો છે અને પરિવારોને જાણ કરવામાં આવી છે. આ મહિના ચાર અન્ય વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સા નોંધાયા છે. જેમાં, ૭ જાન્યુઆરીને આઈઆઈટી-જેઈઈની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહેલા ૧૯ વર્ષના નીરજનું મૃત્યુ થયું હતું. આ ઘટનાના ચોવીસ કલાક પછી ૨૦ વર્ષના મનન શર્માનો મૃતદેહ મળી આવ્યો હતો. ગત વર્ષે કોટામાંથી ૧૭ વિદ્યાર્થીઓની આત્મહત્યા નોંધાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application