Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેડિયાપાડાના સામોટ ગામે પતિના ત્રાસથી કંટાળી મહિલાનો આપઘાત

  • September 29, 2023 

નર્મદાના દેડિયાપાડા તાલુકાના સામોટ ગામે પરણિતાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતક મહિલાને તેનો પતિ દારૂ પીને શારિરીક અને માનસિક ત્રાસ આપતો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. દેડીયાપાડા તાલુકાના સામોટ ગામમાં આશા વસાવા (ઉ.વ.26)નાએ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઘરમાં વચ્ચેના ભાગે આવેલ આડા વળીયામાં દોરડુ બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો છે. જોકે સામોટ ગામની આ ઘટનામાં મૃતકને તેમના પતિ અમિષ વસાવા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી અવાર નવાર દારૂ પી મારઝુડ કરી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો. પતિના ત્રાસના કારણે બંને વચ્ચે અવારનવાર ઝગડા પણ થતાં હતાં. મૃતકને તેના પતિએ મરવા માટે મજબુર કરતા આપઘાત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application